<$BlogRSDUrl$>

Saturday, October 15, 2005

Some more shers and muktaks. 

દીવા નીચે અંધારું અને દીવા ઉપર મેંશ,
જગને અજવાળે તોય ન ભાળે દિન ઉજેશ.
જ.
***
આંખે એની સાગર લહેરાય, છલકે તો આંસુ થાય;
હૈયે ભલે અગન બળતો, તોય છલક્યે હૂંફ વરતાય.
જ.
***
અમે વરસાદી વાદળ સાજન, તમે અષાઢી વીજ;
થઈ કટારી હૈયે ભોંકાયાં, કેવી તમારી આ રીસ?
જ.
***
વાયદો કીધો મળવાનો ને વહી ગયાં મલક પાર,
વાયદો તો હતો વરવાનો, કાં રઝળાવ્યાં મઝધાર?
જ.
***
તમે સમણામાં આવ્યાં’તાં ને કીધી’તી એક વાત,
ભેગાં જીવશું, ભેગાં મરશું એ શાંને ભૂલ્યાં પરભાત?
જ.
***
વિશ્વાસે હંકાર્યું હતું અમે તો મધ દરિયે વહાણ,
હલેસાં સંતાડી બેઠાં તમે, નહોતી અમને જાણ.
જ.
***
દીકરાને ભણાવ્યા કોલેજે મોકલી,
હવે ભણીએ છીએ અમે એની પાસેથી;
કોમ્પ્યુટરની કરામતો,
પૂછી પૂછી ભૂલી ભૂલી ફરી ફરી.
જ.
***
અમે નીકળ્યા’તા જીતવા જગને,
હાર્યા ખુદ સ્નેહીઓ, સ્વજનોથી.
જ.
***

કેવો કોપ્યો આ કાળ જે કોળિયો કરી ગયો,
આતંકવાદી જે હતા તેમનેય ભરખી ગયો.
જ.
***
વતનની યાદ આવે છે ને ભલે રુએ છે આંખડી,
માયા ડોલરની છૂટતી નથી શી દશા છે આપડી!
જ.
***
સંગે રહેવાનું મન હતું પણ જાતે વહોર્યો વનવાસ,
ડોલર પાછળ દોડિયા, પછી ક્યાંથી મળે સહવાસ?
જ.
***
ઉજાગરા બહુ રે કીધા, કીધા બહુ પરયાસ,
ભગ્યમાં હતું તે પામીયા, વધુની શું આશ?
જ.
***
અમે આવ્યા’તા આશ લઈને, રહેશું રે સંગાથ,
તમે પરવરિયાં અમને મેલી રેઢા છોડી સાથ.
જ.
***
વાદળ તો વરસ્યાં નહીં, વીજ ન ભરખી અમ જાત,
સાજણ વીણ અમે રહ્યા મઝધાર, શું દિ ને શી રાત?
***
વાયરા આવે વતનથી, લઈને નીતનીત રૂડા સંદેશ;
આંખડી અમારી છતાંય રોતી, લાગે ન મન પરદેશ.
જ.
***
સાજણ સમણાં નેણમાં, હૈયે ભર્યો વિજોગ,
ક્યારે રે આવશે સાજણ મળવાનો સંજોગ.
***
For more poems please log on to :
http://newpustakalay.blogspot.com

(9) comments

Tuesday, October 11, 2005

The Nature And The Man 

કુદરતી કોપ

આ વર્ષ વિશ્વ માટે કસોટી રૂપ પૂરવાર થયું છે. એક પછી એક આપત્તિઓ વિશ્વને ઘમરોળતી ચાલી જ આવે છે. સુનોમીએ લાખો લોકોનો ભોગ લીધો, અમેરિકામાં કટ્રીનાએ હજારોના પ્રાણ હર્યા, પાકિસ્તાનમાં અને ભારતમાં ધરતીકંપે તબાહી મચાવી છે. હજુ જાનહાનીના સત્તાવાર આંકડા રોજેરોજ વધતા જ જાય છે. અંદાજો તો એવા છે કે મરણનો આંક ૪૦,૦૦૦ ઉપર પહોંચશે.

ચારેય બાજુથી મદદનો પ્રવાહ વહી રહ્યો છે એ માનવજાતની કુદરત સામે એક થઈ ઝઝૂમવાની શક્તિનો, ખુમારીનો દ્યોતક છે. જણે કુદરતની સામે માનવનો પડકાર છે. આવો આપણે સૌ એ પ્રવાહમાં સાથ દઈએ. તનથી, મનથી કે ધનથી.

__ Jayanti

(2) comments

Shodhiye chhiye 



શોધીએ છીએ

ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ,
ક્યારેક એ અમૃત વલોવી જહર શોધીએ છીએ.


કદી મનનાં ઉપવન ખૂંદીને અહંને શોધીએ છીએ,
ને અહંના એ કાદવને ખૂંદી કમળ શોધીએ છીએ.


ઉજાગરા સદીઓથી સદી ગયા છે અમને તોય,
કદી દીવો લઇ પેલી નિંદરને શોધીએ છીએ.


વાતો કડવી કરી કરી સ્વજનોને દુભવ્યા છે,
હવે એમનાં દિલમાં મીઠાશ શોધીએ છીએ.


કરી અલવિદા વતનને વસ્યા પરદેશ જઈ,
હવે વતનની પેલી મીઠાશને શોધીએ છીએ.


કદી ન આપ્યો આદર જેને ન હૂંફ આપી છે,
એની પાસેથી હવે સમભાવ શોધીએ છીએ.


સમજતો કેમ નથી જીવડા, વાવ્યું નથી જે,
એ લણવા માટે શી વરાપ શોધીએ છીએ?


સમંદર ને સરોવરને ચાલ્યા ઠોકરે ઠેલી
હવે મૃગજળમાં કાં જળ શોધીએ છીએ?


__ જયંતી

(1) comments

Monday, October 10, 2005

Morning thoughts 

મુસલમાનો કો ભી બુતપરસ્તી માફ હોતી હૈ
જબ મહેબુબા કી હસીં મુરત સામને હોતી હૈ

ચલો એકબાર ફીર સે મુહોબત કર કે દેખે,
કિસી હસીં મહેબુબા કે દર પે મર કે દેખે.
જ.

(0) comments

Monday, July 25, 2005

Three Gujarati novels by Jayantibhai Patel 







To read this novel "Vasma Orta" in Gujarati please click on the picture on the left side.





To read this novel "Manekh Matinan" in Gujarati please click on the picture on the left side.











To read this novel "Begam" in Gujarati please click on the picture on the left side.

(8) comments

Friday, July 15, 2005

Let us talk once again 




Now we have two more web links about Bakrol Village were Vallabh Vidyanagar was born. Please click on the image on the left and surf the web site and post your comments in the guest books.

(0) comments

Wednesday, June 15, 2005

Let us talk about litreture 

Here are some sites which give free Gujarati reading.
1. Gujarati Pustakalay
2. Gujarati Kavita

(2) comments

Saturday, June 04, 2005

Something new 

There is something new happening everyday. Let this blogger show to the World. Please add your experience here.
Thank you.
JD.

(23) comments

This page is powered by Blogger. Isn't yours?